કૃષિ કાયદાને લઈને વિપક્ષના હંગામા બાદ લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત
Live TV
-
લોકસભામાં આજે કાર્યવાહીની શરુઆતમાં કૃષિ કાયદાઓને લઈને વિપક્ષે હંગામો મચાવ્યો હતો જેને લઈને પહેલાં સાંજે 6 વાગ્યા સુદી કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. 6 વાગ્યા બાદ શરુ થયેલ કાર્યવાહીમાં ફરીથી હંગામો થતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સદનની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરાઈ છે.
આજે સાંજે ચાર વાગ્યે ચાલુ થયેલ લોકસભા કાર્યવાહીમાં કોંગ્રેસ, ડિએમકે પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, વામદળ અને સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી દળોના સભ્યો લોકસભા અધ્યક્ષની સામે આવીને નારેબાજી કરવા લાગ્યા હતા. જેથી લોકસભાની કામગીરી સાંજે 6 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. સાંજે 6 વાગ્યા બાદ શરુ થયેલ લોકસભાની કામગીરીમાં પણ વિપક્ષના સાંસદો અધ્યક્ષની સામે આવીને નારેબાજી કરવા લાગ્યા હતા.
સદનમાં હંગામા વચ્ચે લોકસભા અધ્યક્ષે પ્રશ્નકાળના સંચાલનની કોશિશ કરી હતી જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયથી જોડાયેલ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના ઉત્તરમાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દેશમાં કોરોના રસીને વિદેશના દેશોમાં આપવા અંગે જાણકારી આપતાં કહ્યુ કે, અત્યાર સુધીમાં 22 દેશોએ કોરોના રસી માટે આગ્રહ કર્યો હતો જેમાંથી કુલ 15 દેશોને કોરોના રસીનો સપ્લાય આપવામાં આવ્યો છે.
