Skip to main content
Settings Settings for Dark

કૃષિ મંત્રાલય: અત્યાર સુધીમાં 76 લાખ ટનથી પણ વધુ ડાંગરની ખરીદી કરી

Live TV

X
  • વર્તમાન ખરીફ માર્કેટિંગ સીઝન માટે ડાંગરની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. લગભગ 6,69,000 ખેડૂતો પાસેથી 76 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી કરવામાં આવી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલમાં પણ સરકાર એમએસપી યોજના અંતર્ગત ખરીફ પાકની તેના ન્યુનતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી રહી છે. આજ સુધીનું કુલ એમએસપી મૂલ્ય 14 હજાર 495 કરોડ રૂપિયાથી વધુનું છે.

    મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના 41 લાખ ટન કઠોળ અને તેલીબિયાંની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને હરિયાણાના 681 ખેડૂતોને લાભ મળે તે માટે સરકારની નોડલ એજન્સીઓ દ્વારા સરકાર દ્વારા 723 ટનથી વધુ મગ અને અળદની લગભગ 5 કરોડ 21 લાખ રૂપિયાના મૂલ્યની ખરીદી કરવામાં આવી.

    ખરીફ માર્કેટિંગ સીઝન 2020-21 દરમિયાન કપાસની ખરીદી આ વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા લગભગ 30 હજાર ખેડૂતો પાસેથી એક લાખ 50 હજાર ગાંસડી કરતા પણ વધારેની ખરીદી થઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply