કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્લીમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્લીમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ અંગે ગૃહમંત્રીના નિવાસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગૃહ સચિવ, પોલીસ કમિશ્નર અને આઈ.બી.ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ખેડૂત આંદોલન દરમ્યાન દિલ્લીમાં લાલ કિલ્લા સહિત જુદી જુદી જગ્યાઓએ ભડકેલી હિંસામાં 300થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે તો બીજી બાજુ પોલીસે 22 એફઆઇઆર નોંધી છે. એફઆઇઆરમાં એ બધા ખેડૂત નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે શાંતિપૂર્ણ અને નક્કી કરેલા રસ્તાઓ પર રેલી કાઢવાનું આશ્વાસન આપ્યું હતું. આ દરમ્યાન પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે આજે લાલ કિલ્લાની મુલાકાત લીધી હતી અને ગઈ કાલે ટ્રેક્ટર રેલી દરમ્યામ કરવામાં આવેલી તોડફોડની સમીક્ષા કરી હતી. હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા ઘટના દરમ્યાન થયેલા નુકસાનનો અંદાજ લેવામાં આવશે અને તેના આધારે આરોપીઓ સામે ફરિયાદ નોંધાશે.
