Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ, મૃત્યુદર 1.44 ટકા

Live TV

X
  • દેશમાં હાલ કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં છે. સાત મહિના બાદ, હવે કોરોના વાયરસનાં દૈનિક કેસની સંખ્યા 10 હજારથી ઓછી છે. જૂન બાદ પ્રથમ વખત દેશમાં 9,102 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 170 લોકોનાં મોત થયા છે. તમામ રાજ્યોમાં રિકવરી રેટ વધી રહ્યો છે અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં મૃત્યુદર 1.44 ટકા છે. દેશમાં રસીકરણ મહાઅભિયાન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે. જો કે વિદેશમાં ખાસ કરીને અમેરિકા તેમજ બ્રિટનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી ચાર લાખ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે બ્રિટનમાં કોરોનાથી એક લાખ લોકોનાં મોત થયાં છે ત્યારે બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોન્સને જણાવ્યું હતું કે સરકાર કોરોના સંક્રમણને રોકવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply