પીએમ મોદી આજે દિલ્હીમાં એનસીસી રેલીને કરશે સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં કરીઅપ્પા ગ્રાઉન્ડ ઉપર એનસીસીની રેલીને સંબોધન કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ અવસર પર રક્ષામંત્રી, પ્રમુખ રક્ષાઅધ્યક્ષ અને ત્રણેય સેનાઓનાં પ્રમુખ હાજર રહેશે. 500 કેડેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પરેડમાં સલામી આપશે. રેલીમાં આકાશમાં માઇક્રોલાઇટ ફ્લાઇંગ અને હવામાં પૈરાસેલિંગ દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સલામી આપવામાં આવશે. આ રેલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
