કેન્દ્રિય નાણામંત્રી : ઉત્તર-પૂર્વના પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ
Live TV
-
સરકાર કર સંબંધિત તમામ વિવાદોનું સમાધાન કરશે
નાણામંત્રી નિર્મલા સીમરમણે આજે ગુવાહાટીમાં ઉદ્યોગ અને વેપારના પ્રતિનિધિઓ, અર્થશાસ્ત્રીઓ અને નીતિ નિર્માતાઑ સાથે ચર્ચા કરી. તેમણે કહ્યું કે સરકાર નિયંત્રણ ઘટાડવાની પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે અને કર સંબંધિત તમામ વિવાદોને સમાધાન કરવા માંગે છે. નાણાં મંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા સ્વ સહાય જૂથોને વધુ લોન ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વના પરંપરાગત ઉદ્યોગોને વધુ તકો આપવી જોઈએ. સંસદમાં બજેટ રજૂ કર્યા પછી નાણાં પ્રધાન દેશના જુદા જુદા ભાગોમાં આવી ચર્ચા કરી રહ્યા છે.
