દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હુલ્લડની તપાસ અપરાધ શાખાને સોંપી
Live TV
-
આ મામલાની તપાસ માટે બે વિશેષ તપાસ સમિતિની કરી રચના, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે સામાન્ય, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ, લોકોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ
દિલ્હીના ઉત્તર -પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હિંસા ચાલી રહી છે. આ હિંસાને કારણે 32 લોકોનાં મોત થયા છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં આ મામલે 18 એફઆઈઆર દાખલ કરી છે, અને 106 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ડ્રોન કેમેરાથી હિંસાગ્રસ્ત વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. શાંતિ જાળવી રાખવા માટે પોલીસે આજે પણ ફ્લેગમાર્ચ કર્યું હતું. માર્ચ દરમિયાન પોલીસે સ્થાનિકોને જણાવ્યું હતું, કે કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી, જનતાની સુરક્ષા માટે પોલીસ હાજર છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન નહીં આપવાની પણ અપીલ કરી છે. પોલીસે દિલ્હીની જનતા માટે બે હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યા છે. હિંસા દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા 53 લોકોની, દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્હીની સુરક્ષા અંગે જાણકારી આપતાં ગૃહમંત્રાલયે જણાવ્યું હતું, કે સુરક્ષા દળ પૂરતા પ્રમાણમાં ઉપસ્થિત છે. ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું છે, કે દિલ્હી પોલીસની 40 કંપનીઓ સિવાય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 73 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે, અને સ્થિતિ નિયંત્રણમાં છે
