કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સરકાર આગામી દસ દિવસમાં ડીપ ફેકનો સામનો કરવા માટે એક કાર્યક્ષમ યોજના બનાવશે
Live TV
-
કેન્દ્ર સરકાર ડીપફેકનો સામનો કરવા માટે નિયમો જારી કરશે. ડીપફેક્સ લોકશાહી અને સમાજ માટે નવા ખતરો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, ડીપફેકને કાબૂમાં લેવા, સમાજનો વિશ્વાસ મજબૂત કરવા અને લોકશાહીનું રક્ષણ કરવા પગલાં ભરવાની જરૂર છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, તેમણે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લોકો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે લીડરશિપની ભૂમિકા ભજવતી કંપનીઓ અને ડીપ ફેક્સ સાથે કામ કરતા નિષ્ણાતો સાથે મીટિંગ કરી છે. મીટિંગમાં દરેક જણ સંમત થયા હતા કે ડીપફેક્સને નિયંત્રિત કરવા માટે ચાર સ્તંભોની જરૂર છે. આ સ્તંભોમાં ડીપફેકની ઓળખ કરવી, ખોટી માહિતીનો ફેલાવો અટકાવવો, રિપોર્ટિંગ મિકેનિઝમને મજબૂત બનાવવું અને લોકોમાં જાગૃતિ લાવવાનો સમાવેશ થાય છે.
