Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય અંદાજપત્ર 2023-24માં યુવાનો અને તેમના ભવિષ્યને મહત્વ આપવામાં આવ્યું: પીએમ

Live TV

X
  • કેન્દ્રીય અંદાજપત્ર 2023-24માં યુવાનો અને તેમના ભવિષ્યને મહત્વ આપવામાં આવ્યાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. યુવાશકિત કૌશલ્ય અને શિક્ષણના ઉપયોગ પર બજેટ વેબીનારને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2023-24નું અંદાજપત્ર વ્યવહારિક અને ઉદ્યોગલક્ષી શિક્ષણ પ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકારે યુવાનોની યોગ્યતા અને આવનારા સમયની માંગ અનુસાર શિક્ષણ અને સ્કેલીંગનું પુનઃનિર્માણ કર્યુ છે. નવી ટેકનોલોજી નવા યુગના વર્ગખંડો બનાવવામાં મદદ કરી રહી છે. 

    પીએમએ ભારપૂર્વક કહ્યું કે, શિક્ષકોની ભૂમિકા વર્ગખંડો સુધી મર્યાદિત નથી. કેન્દ્ર સરકારે વર્ગખંડની બહાર યુવાનોને એકસપોઝર આપવા માટે ઇન્ટર્નશીપ અને એપ્રેન્ટીસશીપ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. એપ્રેન્ટીસશીપ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર થવામાં મદદ કરશે. તેમની સરકાર સ્ટાઇપેન્ડ દ્વારા અનુકુળ વાતાવરણનું નિર્માણ કરીને એપ્રેન્ટીસશીપને પ્રોત્સાહીત કરી રહી છે. જે ઉદ્યોગોને શ્રેષ્ઠ, કુશળ, કાર્યબળને ઓળખવામાં મદદ કરશે. આ અંદાજપત્રમાં નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન યોજનામાંથી 50 લાખ યુવાનો માટે સ્ટાઇપેન્ડની જોગવાઈ કરવામાં આવી છે. 

    વિશ્વ ભારતને મેન્યુફેકચરીંગ હબ તરીકે જોઈ રહયું છે અને ભારતમાં રોકાણને લઇને વિશ્વમાં ઉત્સાહ છે. આવી સ્થિતિમાં કુશળ કાર્યબળ ખુબ જ ઉપયોગી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply