Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકમાં વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી શિવમોગા ખાતે 3600 કરોડથી વધુના બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી સવારે શિવમોગ્ગા એરપોર્ટનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ તેઓ શિવમોગ્ગા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 3:15 વાગે, પ્રધાનમંત્રી બેલાગવી ખાતે શિલાન્યાસ કરશે.  

    પ્રધાનમંત્રી શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી લગભગ બેલાગવીમાં PM-KISAN હેઠળ 16,000 કરોડ રૂપિયાની 13મી હપ્તાની રકમ જાહેર કરશે. પીએમ બેલાગવી ખાતે 2700 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ પુનઃવિકાસિત બેલાગવી રેલવે સ્ટેશનની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત જલ જીવન મિશન હેઠળ 6 બહુવિધ ગામ યોજના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે જે લગભગ રૂ.1585 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને 315થી વધુ ગામોની આશરે 8 લાખ વસ્તીને લાભ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply