કેન્દ્રીય આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં દવાની ગુણવત્તાના નિયમન અને અમલીકરણ પર બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજથી હૈદરાબાદમાં દવાની ગુણવત્તાના નિયમન અને અમલીકરણ પર બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ ભાગ લેશે. ઇન્ડસ્ટ્રી ફોરમ, સ્ટાર્ટઅપ, શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા શ્રેષ્ઠ લોકો સહિત જાણીતા વક્તાઓ પણ ભાગ લેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પવાર, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ડૉ. ભગવંત ધુબા, નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલ આ ચિતંન શિબિરમાં હાજરી આપશે. બે દિવસીય ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય દેશમાં દવાની ગુણવત્તા અને અમલીકરણ સંબંધિત નીતિઓ અને કાર્યક્રમોની પ્રક્રિયાઓ તેમજ અમલીકરણની સમીક્ષા કરવાનો છે. આ કાર્યક્રમમાં પાંચ અલગ-અલગ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક અને નિકાસ બજારોમાં દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને તબીબી ઉપકરણોની ગુણવત્તાને લઈ માહિતી આપવામાં આવશે.
