કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંગાળના પ્રવાસનો આજે બીજો દિવસ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રવાસના બીજા દિવસે કલકત્તાની લાઈબ્રેરીમાં યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લીધો તેમજ સાયકલ રેસને પણ લીલીજંડી બતાવી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાય તે પહેલાં પ્રચાર અભિયાન વેગ પકડી રહ્યું છે... ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે... કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસનો આજે બીજા દિવસ અને આજે અમિત શાહ કલકત્તાની નેશનલ લાઇબ્રેરી ખાતે પશ્ચિમ બંગાળના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી....તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનકાળને દર્શાવતા પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.... આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સુભાષચંદ્ર બોઝના યોગદાનને યાદ કર્યું હતું... આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જેમ નેતાજી સુભાષચંદ્ર બોઝે કારકીર્દીને મહત્ત્વ ન આપતા ભારતને આઝાદ કરાવવાનું બીડું ઝડપ્યું હતું તેવીજ રીતે યુવાપેઢીએ પોતાના જીવનને રાષ્ટ્ર માટે સમર્પિત કરવા તૈયાર રહેવું જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે નેતાજીને સાચી શ્રદ્ધાંજલિ આપવા એક કમિટીની નિમણૂંક કરી છે.... ગૃહમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા 900 કિલોમીટરની સાયકલ રેલીને લીલી ઝંડી આપી હતી... ઉલ્લેખનીય છે કે, આ રેલીમાં ત્રણ પક્ષોના નામ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવામાં આવ્યા છે....
