પ્રધાનમંત્રી દ્વારા આજે નીતિ આયોગની છઠ્ઠા તબક્કાની બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની વહિવટી પરિષદની છઠ્ઠી બેઠકની વિડિયો કોન્ફરન્સ દ્વારા અધ્યક્ષતા કરશે. જેમાં આ બેઠકનો ઉદ્દેશ કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ સંસાધન વિકાસ, નિર્માણ અને આરોગ્ય તેમજ પોષણ સંબંધીત ચર્ચાનો સમાવેશ કરશે. આજે યોજાનાર આ વહિવટી પરિષદમાં આંતરક્ષેત્રીય, આંતર વિભાગીય અને રાજ્યોના વિભાગ માટે એક મંચ ઉપલબ્ધ કરાશે. તેમાં પ્રધાનમંત્રી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશના સાથે અન્ય યુટીપી વિધયકો અને ઉપરાજ્યપાલો પણ ભાગ લેશે. છઠ્ઠી બેઠકમાં લદ્દાખ ને પ્રથમ વખત પ્રવેશ મળશે. આ ઉપરાંત જમ્મુ -કાશ્મીરની કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ભાગીદારી હશે. આ વખતે વહિવટકારોના અધ્યક્ષતાવાળા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશને સામેલ થવા આમંત્રીત કરવામાં આવ્યાં છે.
