રાષ્ટ્રપતિ ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપશે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિધાલયનો ત્રીજો દીક્ષાંત સમારોહ 23 ફેબ્રુઆરીએ યોજવાનો છે. મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ ઉપસ્થિત રહી
વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે તથા દીક્ષાંત સમારોહમાં પ્રવચન આપશે.આ ઉપરાંત ગુજરાતનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી રમેશ પોખરીયાલ ઉપસ્થિત રહેવાના છે .આ દીક્ષાંત સમારોહમાં 73 પી.એચ.ડી. 26 એમ.ફિલ., 121 અનુસ્નાતક અને 24 સ્નાતક અભ્યાસક્રમોમાં સોથી વધુમાર્કસ મેળવનાર 21 વિદ્યાર્થીઓ સીયુજી ચંદ્રક પણ પ્રદાન કરવામાં આવશે.
