દેશ માટે કોરોનાની રસી સુરક્ષિત : કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન
Live TV
-
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને ફરી એકવાર કહ્યું છે કે કોવિડની રસી સુરક્ષીત છે. તેમણે તમામ નર્સો આંગણવાડી કાર્યકર્તાઓ, આરોગ્ય સેવા અને આગળની હરોળના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ કોવિડ રસી લેવા આગળ આવે. કોવિડ રસી અંગે ખોટી માહિતી, અફવાઓ અને નકારાત્મક સંદેશાને ફગાવી દેતા તેમણે કહ્યું કે કેટલીક અફવાઓ જાણી જોઇને ફેલાવવામાં આવે છે. જે અયોગ્ય છે. તેમણે લોકોને આવી અફવાથી બચવા કહ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ રસી સુરક્ષીત રૂપે આપવામાં આવી છે. અને તે રસીની સુરક્ષા સિધ્ધ કરે છે. ડૉ હર્ષવર્ધને કહ્યું કે દેશ તબીબોને આભારી છે. અને અમને દેશના તબીબો ઉપર ગર્વ છે. ગઇ કાલે તેમણે મીશન ઇન્દ્રધનુષ ટીમને લઇને રાજ્યોની તૈયારીઓ ની રાજધાની દિલ્હીમાં સમિક્ષા કરી હતી.
