સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓના મ્યુઝિયમ, સમિતિની રચના મંજૂર
Live TV
-
કેવડિયા ખાતે મ્યુઝિયમ ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓના મ્યુઝિયમ તૈયાર કરવા એક સમિતિની રચના કરી છે.આ સમિતિમાં દેશ ભરના રાજવી પરિવારના સભ્યો સહિત ઉચ્ચ સરકારી અધિકારીઓની નિમણૂક કરાઈ છે.આ મ્યુઝિયમની કામગીરી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી મારફતે કરવાની છે. સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવશે.
આ કમિટીમાં સભ્યો નિમણૂંક આ પ્રમાણે કરવામાં આવી છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓના મ્યુઝીયમ બનાવવા માટે સભ્ય તરીકે એસ.એસ.રાઠોડ, માંધાતા સિંહ, રઘુવીરસિંહ, દિવ્યા કુમારી, કરણી સિંઘ જસોલ, ડો. અંગમા ઝાલા (હાવર્ડ યુનિવર્સીટીમાં ઇતિહાસના પ્રોફેસર અને પૂર્વ રાજવીપરિવારના સદસ્ય, ધ્રાગંધ્રા), ડો.પંકજ.એ.શર્મા (નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલય)
