Skip to main content
Settings Settings for Dark

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરનો ચાર દિવસીય વિદેશ પ્રવાસ

Live TV

X
  • વિદેશ મંત્રી એસ જયશંકર આજથી માલદીવ અને મોરેશીયસના ચાર દિવસના પ્રવાસે જશે. તેઓ 21 ફેબ્રુઆરી સુધી માલદીવ અને 22-23 ફેબ્રુઆરી સુધી મોરેશીયસમાં રહેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે માલદીવના પ્રવાસ દરમિયાન જયશંકર ત્યાંના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી વિદેશ બાબતો, સંરક્ષણ, નાણાં, આર્થિક વિકાસ, યોજના અને આધારભુત માળખાના મંત્રીઓ સાથે મુલાકાત કરશે. વિદેશમંત્રી ત્યાંની સંસદના સ્પીકર મોહમ્મદ નાસીદ અને અન્ય નેતાઓને પણ મળશે. પોતાના પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દ્વિપક્ષીય સબંધોની સંપૂર્ણ બાબતો અને વર્તમાન યોજનાઓની પ્રગતીની સમિક્ષા કરશે. તેઓ કોવિડ-19 ની સ્થિતિની પણ ચર્ચા કરશે. તેમાં કોવિડ-19 બાદ આર્થિક સ્થિતિને પાટા ઉપર લાવવા માલદીવને ભારતની મદદ ચાલુ રાખવા બાબતનો મુદો પણ ચર્ચામાં સામેલ છે. જયશંકર 22 અને 23 ફેબ્રુઆરીએ મોરેશીયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપન અને પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ મોરેશીયસના વિદેશ, ક્ષેત્રીય એકીકરણ, આંતર રાષ્ટ્રીય કારોબારમંત્રી અને ભૂ પરિવહન મંત્રીને પણ મળશે. તેઓ દ્વિપક્ષીય સબંધોના તમામ મુદા અને મોરેશીયસમાં ભારત દ્વારા સંચાલીત વિવિધ આધારભૂત માળકાકીય યોજનાની સમિક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના દ્વીપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વીક મુદે ચર્ચા કરશે. જેમાં ભારત દ્વારા મોરેશીયસને સહાયનો મુદો સામેલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply