કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં તિરંગો લહેરાવી તિરંગા યાત્રાની શરુઆત કરાવી
Live TV
-
આગામી 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનથી દેશભક્તિ પ્રસરાવાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વિરાટનગરથી ખુલ્લી જીપની જગ્યાએ ચાલતા ચાલતા તિરંગા યાત્રામાં જોડાયા છે. લોકોએ પોલીસ, પેરામિલેટ્રી ફોર્સની પરેડ જોઈ લોકો તિરંગા યાત્રા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. લોકોએ પોલીસ, પેરામિલેટ્રી ફોર્સની પરેડ જોઈ હતી.
પેરામિલેટ્રી ફોર્સ, NCC અને પોલીસ જવાનો પરેડ કરતા આગળ વધ્યા 100થી વધુ પોલીસ જવાનોએ બાઈક યાત્રા શરૂ કરી તિરંગા યાત્રામાં સૌથી પહેલાં 100થી વધુ પોલીસ જવાનો રાષ્ટ્ર ધ્વજ સાથે બાઈક યાત્રા શરૂ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ તિરંગા યાત્રા યુવાનોમાં ઉર્જા ભરવાનું કામ કરે છે. 15 ઓગસ્ટે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતમાં એક પણ જગ્યાએ એવી ના હોવી જોઈએ કે જ્યાં તિરંગો ન લેહરાયો હોય. દેશભક્તિના વાતાવરણ માટે આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે.
આ અવસરે બોલતા ગૃહમંત્રી અમિત શાહે ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવવા આહલેક કરી હતી. તેમજ હર ઘર ખાદી અને હર ઘર તિરંગાનું સૂત્ર આપ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ વિભાગ બીએસફ બેન્ડ, બીએસએફ જવાનો સહિતનો કાફલો જોડાયો હતો. તેમજ વિવિધ એકતા અને અંખડિતતાને દર્શાવતી ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.
આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા યાત્રાને પ્રેરણા આપી છે. વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે. તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર આગળ લઈ જવાનું છે. તિરંગા યાત્રાના આયોજન માટે અભિનંદન પાઠવું છું.
