Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના અરૂણાચલ પ્રદેશના પ્રવાસનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • અમિત શાહ નમતી મેદાનની મુલાકાત બાદ વીર વાલોંગ યુદ્ધ સ્મારક પર અર્પણ કરશે શ્રદ્વાંજલિ

    કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના અરૂણાચલ પ્રદેશના પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. અમિત શાહ આજે નમતી મેદાનની મુલાકાત કરશે અને વાલોંગ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અગાઉ સોમવારે અમિત શાહે અંજાર જિલ્લાના સીમાવર્તી ગામ કિબિથૂમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો શુભારંભ કર્યો હતો. આ યોજના સીમાવર્તી ગામોમાં રહેનાર લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ કરશે. તેમજ લોકોના પોતાના વતનમાં રહેવા માટે પ્રોત્સાહિત કરશે. અમિત શાહે કહ્યું હતું કે ભારતની નીતિ બિલકુલ સ્પષ્ટ છે કે આપણને શાંતિ જોઈએ છીએ. પરંતુ કોઈ આપણી એક ઈંચ જમીન પર પણ કબ્જો જમાવી શકે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે માત્ર નવ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રયત્નોના કારણે પૂર્વોત્તરને જોવાની નજર બદલાઈ ગઈ છે. જેને હવે દેશના વિકાસના ક્ષેત્રોમાંથી એક માનવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply