Skip to main content
Settings Settings for Dark

કોવિડ સંક્રમણની તૈયારીઓને ચકાસવા બે દિવસીય કોવિડ મોકડ્રીલનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • હોસ્પિટલોમાં કોવિડની સારવાર અને પ્રબંધન માટે ઉપલબ્ધ સાધનો અંગેની તૈયારીઓ માટે કરવામાં આવી રહી છે સમીક્ષા

    કોરોના સંક્રમણ રોકવા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે બે દિવસીય દેશવ્યાપી મોક ડ્રીલનો આજે અંતિમ દિવસ છે. ગઈકાલથી શરૂ થયેલ મોક ડ્રીલ અંતર્ગત આજે પણ દેશભરની પસંદ કરેલ હોસ્પિટલ્સમાં કોવિડને રોકવા માટે અને સંચાલન માટે ઉપલબ્ધ સંસાધનોની તૈયારીઓની આજે સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન ચિકિત્સા સંસ્થાનોમાં કોવિડ સંચાલનની તૈયારીઓ માટે ઉપલબ્ધ બેડ, એમ્બ્યુલન્સ ઉપકરણ, દવાઓ અને કાર્યબળનું પરીક્ષણ કરવામાં આવશે. તેની સાથે જ ઓક્સિજન આપૂર્તિ ઉપકરણો અને જીવન રક્ષક ઉપકરણોની ક્રિયાશીલતા સુનિશ્ચિત કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને ગઈકાલે નવી દિલ્લીમાં આરએમએલ હોસ્પિટલમાં મોક ડ્રીલની સમીક્ષા કરી અને સ્વાસ્થ્ય કર્મીઓ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કોવિડને રોકવા માટે ઉપલબ્ધ સંસાધનો જેવા કે દવાઓ, આઈસીયુ બેડ અને મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply