Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી અરૂણાચલ પ્રદેશના બે દિવસના પ્રવાસે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજથી અરૂણાચલ પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે.

    કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજથી અરૂણાચલ પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અરૂણાચલ પ્રદેશના સીમાવર્તી ગામ કિબિથૂમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે સડક સંપર્ક માટે 2500 કરોડ રૂપિયા સહિત 4800 કરોડ રૂપિયાના વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને મંજૂરી આપી છે. 

    માનવામાં આવે છે કે આ યોજના સીમાવર્તી ગામોમાં રહેનાર લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ કરશે. અને લોકોના પોતાના વતનમાં રહેવા માટે પ્રોત્સાહિત કરશે. જેમાં ગામોમાંથી સ્થળાંતરને રોકી શકાય અને સીમાની સુરક્ષાને વધારી શકાય. આ યોજના અંતર્ગત અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ઉત્તરી સીમાના 19 જિલ્લાના 46 બ્લોક્સમાં 2967 ગામોનો વિકાસ કરવામાં આવશે. 

    પ્રથમ તબક્કામાં 662 ગામોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં અરૂણાચલ પ્રદેશના 455 ગામોનો સમાવેશ થાય છે. અમિત શાહ "સ્વર્ણ જયંતી સીમા રોશની કાર્યક્રમ" અંતર્ગત નવ માઈક્રો હાઈડલ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે. સાથે જ બુનિયાદી ઢાંચાને વધારવા માટે અને આઈટીબીપી કર્મીઓ સાથે વાતચીત કરવા માટે ભારત-તિબ્બત સીમા પોલીસ પરયોજનાઓનું પણ ઉદ્દઘાટન કરશે. તેઓ કિબિથૂમાં આઈટીબીપીના જવાનો સાથે સંવાદ પણ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply