Skip to main content
Settings Settings for Dark

વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે વૈજ્ઞાનિક સંમેલનનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કરશે ઉદ્દઘાટન

Live TV

X
  • આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે. આયુષ મંત્રાલય વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આજે નવી દિલ્લીમાં વૈજ્ઞાનિક સંમેલન આયોજિત કરી રહ્યું છે.

    આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે. આયુષ મંત્રાલય વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આજે નવી દિલ્લીમાં વૈજ્ઞાનિક સંમેલન આયોજિત કરી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંમેલનનું ઉદ્દઘાટન કરશે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ કાર્યક્રમમાં સામેલ થશે. 

    આ વૈજ્ઞાનિક સંમેલનની થીમ "હોમિયો પરિવાર - સર્વજન સ્વાસ્થ્ય, એક સ્વાસ્થ્ય, એક પરિવાર" છે. વિશ્વ હોમિયોપેથી દિવસ જર્મન ચિકિત્સક અને હોમિયોપેથીના સંસ્થાપક ડો.ક્રિશ્ચિયન ફ્રેડરિક સૈમુઅલ હૈનિમૈનની જયંતીના ભાગરૂપે મનાવવામાં આવે છે. 

    સંમેલન દરમિયાન નીતિગત પહેલુઓ, હોમિયોપેથીમાં ઉન્નતિ અને હોમિયોપેથીમાં પાયાના અનુભવો ઉપર અલગ-અલગ સત્રોનું આયોજન કરવામાં આવશે. સંમેલનના પ્રતિનિધિઓમાં હોમિયોપેથી શોધકર્તા, ચિકિત્સક, વિદ્યાર્થી, ઉદ્યોગપતિ અને વિભિન્ન હોમિયોપેથી સંઘોના પ્રતિનિધિ સામેલ થશે. 

    આ અવસરે CCRHના એક વિત્તચિત્ર, એક પોર્ટલ અને આઠ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવશે. વિજ્ઞાનભવનમાં આ ફ્લેગ ઓફ કાર્યક્રમ પછી ભારતમાં પાંચ સ્થળો પર ક્ષેત્રીય વિશ્વ હોમિયોપેથી દિવસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply