Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાના પ્રવાસે

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાના પ્રવાસે છે. નાણામંત્રી વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે.

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાના પ્રવાસે છે. નાણામંત્રી વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. યાત્રા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશ્વ બેંક સમૂહ અને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોશની વાર્ષિક બેઠકોમાં ભાગ લેશે. સાથે જ તેઓ જી20 બેઠકો, દ્વિપક્ષીય બેઠકોમાં પણ સામેલ થશે. 

    આ બેઠકો આજથી 16મી એપ્રિલ સુધી વોશિંગ્ટન ડીસી સ્થિત WBG અને IMF મુખ્યાલયમાં આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં વિશ્વના અનેક દેશોના નાણામંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નર ભાગ લેશે. ભારતીય નાણા વિભાગનું પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ કાર્યમંત્રી કરશે. અને તેમાં નાણા વિભાગ અને RBIના અધિકારી સામેલ થશે. 

    કેન્દ્રીય નાણામંત્રીના મુખ્ય કાર્યોમાં વિશ્વ બેંક વિકાસ સમિતિ અને IMF સમિતિના પૂર્ણ સત્ર, વિશ્વના અર્થશાસ્ત્રીઓ અને થિંક-ટેન્ક સાથે સંવાદ, વિભિન્ન દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે દ્વિપક્ષીય વિચાર-વિમર્શ, રાઉન્ડ ટેબલ બેઠકોમાં વૈશ્વિક વ્યાપાર જગતના પ્રતિનિધિઓ અને રોકાણકારો સાથે સંવાદ અને ભારતીય પ્રવાસીઓ સાથે વાતચીત કરવાનું સામેલ છે. નાણામંત્રી અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ 12થી 13મી એપ્રિલ સુધી બીજી જી20 FMCBG બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply