કોરોના સંક્રમણ રોકવા દેશના તમામ આરોગ્ય કેન્દ્ર પર થશે મોકડ્રીલ
Live TV
-
કોરોના સંક્રમણ રોકવા કરવામાં આવેલી તૈયારીઓની આજે સમીક્ષા કરવામાં આવશે.
કોરોના સંક્રમણ રોકવા કરવામાં આવેલી તૈયારીઓની આજે સમીક્ષા કરવામાં આવશે. દેશના તમામ આરોગ્ય કેન્દ્ર પર આજથી બે દિવસ સુધી મોકડ્રીલ યોજાશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હરિયાણાના જંજરમાં અખિલ ભારતીય આયુર્વ વિજ્ઞાન સંસ્થાનમાં યોજવામાં આવનાર મોકડ્રીલની સમીક્ષા કરશે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે તમામ રાજ્યના આરોગ્ય મંત્રાલય સાથેની બેઠકમાં બે દિવસની મોક ડ્રીલ યોજવાની સૂચના આપી હતી. મોકડ્રીલ દરમિયાન કોરોના સંક્રમણ રોકવા માટે મેડિકલ, આઈસીયુ બેડ, ઓક્સિજનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે કોરોના સંક્રમણ વધતા, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત રસીકરણ વધારવા પણ કહેવાયું છે.
