કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે છે. તેઓએ તેલંગાણાની રાજધાની હેદ્રાબાદમાં સરદાર પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસની 75ની બેચની પાસીંગ આઉટ પરેડના મુખ્ય અતિથી તરીકે હાજરી આપી સલામી ઝીલી હતી.
75મી બેચમાં કુલ 155 આઇપીએસ અધિકારી અને 20 વિદેશી અધિકારી પાસ આઉટ થયા છે .જેમાં 34 મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે..આ પ્રસંગે અમિત શાહે પાસ આઉટ થયેલ અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યુ હતુ કે મારા માટે આજનો દિવસ મહત્વ પુર્ણ છે માટે આચાર સંહિતા લાગુ હોવા છતાં હુ અહિયા હાજર રહ્યો છું.
75મી બેચના અધિકારીનો સંબોધતાં અમિત શાહે કહ્યુ કે જ્યારે દેશ આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે તમે નોકરીના 25 વર્ષ પુર્ણ કર્યા હશે... અગામી 25 વર્ષમાં દેશ સંપુર્ણ પણે વિકસીત થશે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે યુવા અધિકારીઓ સુરક્ષામાં નવા કિર્તિમાન સ્થાપિત કરશે.
આવનારા સમયમાં આંતરીક સુરક્ષામાં ટેકોનોલોજીની મહત્વપુર્ણ ભુમિકા હશે માટે પોલસને ટેકનોલોજીથી સજ્જ કરવાની છે..સરદાર પટેલને યાદ કરતાં મંત્રીએ ઉમેર્યુ કે તેમણે દેશને અખંડ રાખવા માટે ભારે જહેમત ઉઠાવી હતી..
