દિલ્હીમાં ભારતીય મોબાઈલ કોંગ્રેસના સાતમાં સંમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દીલ્હીના ભારત મંડપમ ખાતે એશીયાના સૌથી મોટા દુરસંચાર મિડિયા અને પ્રોદ્યોગીકી મંચ ઇન્ડીયન મોબાઇલ કોંગ્રેસ 2023નું ઉદઘાટન કર્યુ હતુ.પ્રધાનમંત્રીએ પ્રદર્શની ખાતે મોબાઇલની ભવિષ્યની ટેકનોલોજીને નિહાળી હતી.
ગ્લોબલ ડિઝીટલ ઇનોવેનશની થીમ પર તૈયાર થયેલ ઇન્ડીયન મોબાઇલ કોંગ્રેસ 2023નો લક્ષ્યાંક ભારતને ટેકનીક ડેવલપર,નિર્માતા અને નિર્યાતક બનાવવાનું છે. અહી 5જી, 6જી, આર્ટીફીશયલ ઇન્ટેલીજન્સ, સેમીકન્ડક્ટર ઉદ્યોગ, સાઇબર સિક્યોરીટી અને ગ્રીન ટેકનોલોજી પર ચર્ચા થશે.
આ દેશની જરૂરિયાતો તેમજ વૈશ્વિક જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ ઉપરાંત, શિક્ષણ, કૃષિ, આરોગ્ય, વીજળી અને પરિવહન જેવા વિવિધ સામાજિક-આર્થિક ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પહેલ દેશમાં 6G ટેક્નોલોજી અને સ્ટાર્ટ-અપ્સ માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ (IMC) એ એશિયાનું સૌથી મોટું ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ છે. તેનું આયોજન 27 થી 29 ઓક્ટોબર, 2023 દરમિયાન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ ટેલિકોમ્યુનિકેશન અને ટેક્નોલોજીમાં ભારતની અવિશ્વસનીય પ્રગતિને ઉજાગર કરવા, મહત્વપૂર્ણ જાહેરાતો કરવા અને સ્ટાર્ટ-અપ્સને તેમની નવીન પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે.
