કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે. જ્યાં તેઓએ બ્રિક્સ નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નર્સની બેઠકોમાં ભાગ લીધો હતો. દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં 2023 માટે બ્રિક્સ નાણાં એજન્ડા પર ચર્ચા કરવા માટે આ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નાણામંત્રીએ વૈશ્વક વ્યાપક આર્થિક વિકાસ, વૈશ્વિક આર્થિક પડકારો અને બુનિયાદી ઢાંચાના નાણા પોષણ અને સીમાશુલ્ક અને કર સહયોગના મુદ્દા પર ભારતના વિચારો રજૂ કર્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ભારતનો રોડમેપ વ્યાપક વિકાસ અને નવી નાણા પોષણ વિધિઓ પર ધ્યાન આપવા સાથે નબળા સમૂહો માટે સર્વ સમાવેશી કલ્યાણ પર આધારિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેંક આઈએમએફ 2023ની વિકાસ સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા માટે આ વર્ષની અંદાજિત વિકાસદર 6 ટકાથી વધુ હોવા છતાં ભારત વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણ અને ભૂ-રાજનીતિક માહોલને લઈને ભારત ચિંતિત છે.
