Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ શ્રીલંકાની 3 દિવસીય મુલાકાતે 

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ શ્રીલંકાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત નિર્ણાયક જોડાણો અને રાજદ્વારી વિનિમયની શ્રેણી દર્શાવશે. આ મુલાકાત દરમિયાન, નિર્મલા સીતારમણ ભારતીય મૂળના તમિલોના શ્રીલંકામાં આગમનની 200મી વર્ષગાંઠની ઉજવણી માટે શ્રીલંકા સરકાર દ્વારા આયોજિત NAAM 200ને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વડાપ્રધાન દિનેશ ગુણવર્દના ઉપસ્થિત રહેશે.

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કોલંબોમાં ઈન્ડિયા શ્રીલંકા બિઝનેસ સમિટને પણ સંબોધિત કરશે જેના થીમ પર 'એન્હાન્સિંગ કનેક્ટિવિટી: પાર્ટનરિંગ ફોર પ્રોસ્પરિટી. આ સમિટમાં દ્વિપક્ષીય આર્થિક સહયોગ અને વેપારને પ્રોત્સાહન આપવા પર ચર્ચા થવાની સંભાવના છે. તે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના વ્યૂહાત્મક મહત્વને વધુ મજબૂત કરીને શ્રીલંકાના નેતૃત્વ સાથે પણ ચર્ચા કરશે.

    પાવર સેક્ટરમાં સ્થિરતા હાંસલ કરવાની દિશામાં એક પગલા તરીકે, નાણામંત્રી શ્રીલંકામાં ધાર્મિક સ્થળોના સૌર વિદ્યુતીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. એમઓયુ હેઠળ, ભારત પ્રોજેક્ટ માટે 82.4 કરોડ રૂપિયા ફાળવશે.

    આ ઉપરાંત, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અગ્રણી સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોએ પણ પૂજા કરશે, જેમાં શ્રી દલાડા માલિગાવા, જય શ્રી મહા બોધિ, તિરુકોણેશ્વરમ મંદિર અને કંદસ્વામી મંદિરનો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ત્રિંકોમાલી અને જાફના ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓનું પણ ઉદ્ઘાટન કરશે.

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રીલંકાની અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટી દરમિયાન ભારતે 4 બિલિયન યુએસ ડોલરની અભૂતપૂર્વ માનવતાવાદી સહાય પૂરી પાડી હતી. શ્રીલંકાના દેવાની પુનઃરચના માટે IMFના ધોરણોને અનુરૂપ ધિરાણની ખાતરી આપનાર ભારત પ્રથમ લેણદાર રાષ્ટ્ર પણ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply