Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીમંડળે સરોગેસી (રેગ્યુલેશન) બિલ 2020ને મંજૂરી આપી

Live TV

X
  • બિલમાં નિઃસંતાન દંપતી ઉપરાંત ત્યક્તા અને વિધવા મહિલાઓને પણ આ બિલની જોગવાઇઓનો લાભ આપવાનો પ્રસ્તાવ

    કેન્દ્રીય કેબિનેટે સરોગેસી(રેગ્યુલેશન) બિલ ૨૦૨૦ને મંજૂરી આપી હતી. આ બિલમાં નિઃસંતાન દંપતી ઉપરાંત ત્યક્તા અને વિધવા મહિલાઓને પણ આ બિલની જોગવાઇઓનો લાભ આપવાનો પ્રસ્તાવ છે. નવા બિલ મુજબ હવે નજીકના સગા સિવાય પણ કોઇ પણ મહિલા સ્વૈચ્છિક રીતે સરોગેટ બની શકે છે.બેઠકના અંતે કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ બિલમાં રાજ્યસભાની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલી તમામ ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. આ બિલનો ઉદ્દેશ કોમર્શિયલ સરોગેસી પર પ્રતિબંધ અને પરોપકારી સરોગેસીને પરવાનગી આપવામાં આવી છે. તો કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે આ બિલ હેઠળ ફક્ત ભારતીય દંપતિ એટલે કે પતિ અને પત્ની બંને ભારતીય મૂળના હોય તો જ તેમને ભારતમાં સરોગેસીની મંજૂરી આપવામાં આવશે.  સરોગેસી(રેગ્યુલેશન) બિલ, ૨૦૨૦ આગામી મહિને બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલની જોગવાઇ મુજબ રાષ્ટ્રીય સ્તરે નેશનલ સરોગેસી બોર્ડ તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્ટેટ સરોગેસી બોર્ડની રચના કરવામાં આવશે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply