Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીમંડળે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય કાયદા અપનાવવાના આદેશને મંજૂરી આપી

Live TV

X
  • રાજ્યસભાની સિલેક્ટ કમિટીની સૂચના બાદ સરોગસી સંશોધન બિલને પણ મંજૂરી

    કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ - કાશ્મીરમાં કેન્દ્રીય કાયદાઓના પાલન માટેના આદેશને જાહેર કરવાની આપી મંજૂરી - રાજ્યસભાની સિલેક્ટ કમિટીની સૂચના બાદ સરોગસી સંશોધન બિલને પણ મંજૂરી - ટેકનિકલ ટેક્સ્ટાઈલ પ્રાદ્યોગિકી વિષયો માટે 1 હજાર 480 કરોડ રૂપિયાની જોગવાઈ.

    દિલ્હી ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે , નવા સરોગેસી બિલમાં પસંદગી કમિટીના વિચારોનો સમાવેશ કરાયો છે. આ સાથે કેન્દ્રના કાયદાને જમ્મુ કાશ્મીરમાં લાગૂ કરવાના આદેશને પણ મંજૂરી આપવામાં આવી છે. તો લક્ષદ્વીપના આદિવાસીઓને જમીન માલિકી હક્ક આપવાની પણ મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત બેઠકમાં ટેક્નિકલ ટેક્સટાઈલ બિલના ડ્રાફ્ટને પણ મંજૂરી આપવા માં આવી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકારો સાથેની વાત ચીતમાં જણાવ્યું હતું કે હવેથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ટેક્નીકલ ટેક્સટાઈલને પણ અભ્યાસ કરાશે.

    કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા જેમાં સરોગસી સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. દેશને ટેકનિકલ વસ્ત્રોની દુનિયામાં વિશ્વના અગ્રણી બનાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય ટેકનિકલ કાપડ મિશનને પણ મંજૂરી મળી.

    કેન્દ્રીય કેબિનેટે બુધવારે રાજ્યસભા પસંદગી સમિતિની ભલામણોને સમાવિષ્ટ કર્યા પછી સરોગસી રેગ્યુલેશન બિલને મંજૂરી આપી હતી. બિલમાં કહેવામાં આવ્યું છે કે સરોગસીની સુવિધા ફક્ત તે જ ભારતીય યુગલો માટે ઉપલબ્ધ રહેશે, જેમના માટે તે તબીબી રૂપે જરૂરી છે. સંસદીય પેનલે ભલામણ કરી હતી કે નજીકના સંબંધીઓ જ નહીં પરંતુ ઇચ્છુક મહિલાઓને સરોગેટ તરીકે કામ કરવાની છૂટ હોવી જોઈએ.

    આ ઉપરાંત, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ દેશને ટેકનિકલ કાપડમાં વિશ્વના અગ્રણી બનાવવા માટે, કુલ 1,480 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ટેકનિકલ કાપડ મિશનની રચનાને મંજૂરી આપી છે. ટેકનિકલ વસ્ત્રોનો ઉપયોગ કૃષિ, રેલ્વે ટ્રેક, સ્પોર્ટસવેર, બુલેટ પ્રૂફ જેકેટ, ફાયર પ્રૂફ જેકેટ અને અવકાશ યાત્રા માટે કરવામાં આવે છે. રાષ્ટ્રીય ટેકનિકલ કાપડ મિશન કૌશલ્ય તાલીમ અને શિક્ષણ ઉપરાંત સંશોધન, નવીનતા અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે કાપડ મંત્રાલયમાં આ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતની અધ્યક્ષતામાં એક મિશન નિદેશાલય ચાલાવવામાં આવશે. 

    કેબિનેટે આરક્ષણ અને તકેદારી નીતિઓને બાદ કરતાં જાહેર એન્ટરપ્રાઇઝ માર્ગદર્શિકાના વિભાગમાંથી ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (આઈપીજીએલ) ને છૂટ આપવાની મંજૂરી આપી છે. આઈપીજીએલ ઈરાનમાં ચાબહારના શહીદ બેહસ્થી બંદરનો વિકાસ અને સંચાલન કરી રહ્યું છે જે ભારત માટે ખૂબ મહત્વનું છે.

    આ સાથે જ કેબિનેટ દ્વારા જમ્મુ-કાશ્મીર પુર્નગઠન અધિનિયમ, 2019 ની 96 મી કલમ હેઠળ સેન્ટ્રલ એક્ટ્સ લાગુ કરવાના આદેશને જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં માન્યતા આપી છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં અસરકારક વહીવટ અને જરૂરી પરિવર્તન લાવવા માટે, કેન્દ્રિય કાયદાઓ ત્યાં અમલમાં મૂકવા જરૂરી છે. આ માટે જરૂરી સુધારા કરી, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સૂચિના વિષયોને અમલમાં મૂકવાનો માર્ગ સાફ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply