Skip to main content
Settings Settings for Dark

હિંસાગ્રસ્ત દિલ્હીમાં સાત કેન્દ્રિય સલામતી દળની ટુકડીઓ તૈનાત

Live TV

X
  • PM નરેન્દ્ર મોદીએ કરી દિલ્હીની સ્થિતિની સમીક્ષા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ઉત્તર - પૂર્વ દિલ્હીની સ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે. પ્રધાનમંત્રી મોદી ઉત્તર-પૂર્વ દિલ્હીની સ્થિતિઓની સમીક્ષા કરી અને ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, પોલીસ અન્ય એજન્સી શાંતિ બહાર કરવા પ્રયાસશીલ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ વીતેલા 24 કલાકમાં ત્રણ બેઠક કરીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અને જનતાની સુરક્ષાની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. દિલ્હીમાં હિંસાએ 24 લોકોનો ભોગ લીધો છે. પ્રભાવિત વિસ્તારમાં 12મા ધોરણની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે. દિલ્હીમાં કાયદા અને વ્યવસ્થા જાળવવા મુદ્દે હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે.

    કેન્દ્રીય સુરક્ષા દળની સાત કંપની તૈનાત થઈ ચૂકી છે. દિલ્હીની હરિયાણા અને ઉત્તર પ્રદેશ સીમા પર પણ નજર રખાઈ રહી છે. પોલીસે ફ્લેગમાર્ચ કરીને લોકોને સુરક્ષાનો ભરોસો અપાવવા પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે અશાંત વિસ્તારો પર ડ્રોનની મદદથી નજર રાખી રહ્યા છે. ઘણા લોકો હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બુધવારે ચાંદબાગ વિસ્તારમાંથી આઈબીના એક જવાનનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

    દિલ્હી હાઇકોર્ટે દિલ્હીના અશાંત વિસ્તારોને મુદ્દે થયેલી અરજી પર મંગળવારે અડધીરાતે સુનાવણી કરી. દિલ્હી પોલીસને સૂચના અપાઈ ન હતી. 

    દિલ્હીમાં ચાલી રહેલી હિંસા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આપી લોકોને સલામતીની ખાત્રી આપી હતી. દિલ્હીમાં પોલીસે ૧૦૮ લોકોની ધરપકડ કરી. ૧૮ સામે ફરિયાદ દાખલ કરી છે. ૨૨ લોકોના કરૂણ મોત થયા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની સ્થિતિ ઉપર નજર.

    દિલ્હીના ઉત્તર -પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હિંસા વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મંગળવારે રાત પછી બુધવારે અશાંત વિસ્તારોની મુલાકાત કરી હતી. મૌજપુર, અને જાફરાબાદની મુલાકાત લઈને લોકો સાથે સંવાદ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસને મદદ કરવા તેમણે અપીલ કરી હતી. તેમણે પોલીસ અધિકારી સાથે બેઠક પણ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply