Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ વિન માઇન્ટ સાથે દ્વિપક્ષિય વાટાઘાટો કરશે

Live TV

X
  • ભારતના ચાર દિવસના પ્રવાસે મ્યાનમારના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યા હતા.આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ઓપચારિક સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને દ્વિપક્ષિય વાટાઘાટો કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ વિન માઇન્ટ સાથે વાત કરશે. વાતચીત બાદ અનેક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. શ્રી યુ વિન માઇન્ટ ચાર દિવસીય ભારતની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે ફર્સ્ટ લેડી ડાઉ ચો ચો પણ ભારતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપતિનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા તેઓ રાજઘાટની પણ મુલાકાત લેશે.ઉલ્લેખનીય છે કે, બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓની વિશાળ શ્રેણીમાં ચર્ચા કરે તેવી અપેક્ષા છે.

    ભારત મ્યાનમાર સાથે ધાર્મિક, ભાષાકીય અને વંશીય સંબંધો ધરાવે છે. તે ભારત સાથે સંલગ્ન એકમાત્ર ASEAN  દેશ છે જે દક્ષિણ પૂર્વ એશિયાને પ્રવેશ દ્વાર પૂરો પાડે છે. ભારત તેના એક્ટ ઈસ્ટ અને નેબરહુડ ફર્સ્ટ પોલિસીના અનુરૂપ મ્યાનમાર સાથેના સહયોગ વધારવા માગે છે.

    ભારત મ્યાનમારનો પાંચમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. 2018-19 દરમિયાન આ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં આશરે 8 ટકાનો વિકાસ થયો છે અને વર્તમાન વેપાર 1.7 અબજ ડોલર રહ્યો છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ તેમના આ પ્રવાસ દરમિયાન બોધ ગયા અને આગ્રાની મુલાકાત લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply