અજિત ડોભાલે દિલ્લીના હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી
Live TV
-
દિલ્લીના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં જ્યારે હિંસાનો દૌર ચાલી રહ્યો છે ત્યારે આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે દિલ્લીના હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે હિંસા પ્રભાવિત મૌજપુર, જાફરાબાદ અને ઘોંડા વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતીનું અવલોકન કર્યું. ત્યારે આ પહેલા પણ તેમણે જાફરાબાદ, સીલમપુર સહિત નોર્થ-ઇસ્ટ દિલ્હીના કેટલાક વિસ્તારોની મુલાકાત કરી ચૂક્યા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કર્યા બાદ એનએસએ અજીત ડોભાલે કહ્યું કે પોલીસ જડપથી કામ કરી રહી છે અને સ્થિતિ સમગ્ર રીતે નિયંત્રણમાં છે. મને કાયદા વ્યવસ્થા એજન્સીઓ પર ભરોસો છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે. આ દરમ્યાન લોકો સાથે વાતચીત કરતા ડોભાલે કહ્યું કે, પ્રેમની ભાવના બનાવી રાખો. આપણો એક દેશ છે. આપણે સૌએ મળીને રહેવાનું છે. દેશમાં મળીને આગળ વધવાનું છે.દિલ્હી પોલીસે કહ્યું છે કે શહેરના ઉત્તર-પૂર્વ ભાગમાં થયેલી હિંસામાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. સુરક્ષા કર્મીઓએ આજે બાબરપુર, જોહરીપુર અને મૌજપુરમાં ફ્લેગ માર્ચ નિકાળી હતી. પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવ અને વિશેષ પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ આજે જાફરાબાદ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.
આ પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પૂર્વ દિલ્હીનાં હિંસા પ્રભાવીત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અજીત ડોભાલે મોડી રાતે સીલમપુરની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. ડોભાલે ડીસીપી કચેરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં દિલ્હી ઉત્તર-પૂર્વના ડીસીપી., સ્પેશિયલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર એસ.એન.શ્રીવાસ્તવ, તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
દિલ્લીના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં જ્યારે હિંસાનો દૌર ચાલી રહ્યો છે, જેમાં 18 પ્રદર્શંકારીઓના મોત થયા છે ત્યારે પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી લોકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા અપીલ કરી હતી.
