કેન્દ્રીય મંત્રીમંડળે 25,000કરોડ રૂ.ના ખર્ચે 'નિકાસ પ્રમોશન મિશન (EPM)'ને આપી મંજૂરી
Live TV
-
કેન્દ્રીય મંત્રીમંડળે 25,000કરોડ રૂ.ના ખર્ચે 'નિકાસ પ્રમોશન મિશન (EPM)'ને આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળે ભારતના નિકાસ ક્ષેત્રને મોટો વેગ આપવા માટે 'નિકાસ પ્રમોશન મિશન (EPM)' ને મંજૂરી આપી દીધી છે. આ મિશનનો કુલ ખર્ચ રૂપિયા 25000 કરોડથી વધુ રાખવામાં આવ્યો છે.
આ પહેલ ભારતીય નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે, ખાસ કરીને MSME ક્ષેત્ર, પહેલી વાર નિકાસ કરનારાઓ અને શ્રમ-સઘન ક્ષેત્રો માટે, બજેટ ૨૦૨૫-૨૬માં જાહેર કરાયેલી એક મુખ્ય યોજના છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે:
"આ મિશન નાણાકીય વર્ષ 2025-26 થી નાણાકીય વર્ષ 2030-31 સુધી નિકાસ પ્રમોશન માટે એક વ્યાપક, લવચીક અને ડિજિટલી સંચાલિત માળખું પૂરું પાડશે."
આ યોજના દ્વારા દેશની નિકાસમાં વૃદ્ધિ, વૈશ્વિક બજારોમાં ભારતની ભાગીદારીમાં વધારો અને રોજગારીની તકોના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
