Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ડીજીટલ આરોગ્ય વિશેની WHO દ્વારા સંચાલિત માળખા અંગેની વૈશ્વિક પહેલ GIDHનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • ગાંધીનગરમાં G20ના આરોગ્ય મંત્રીઓની બે દિવસીય બેઠકના સમાપન દિવસે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ વૈશ્વિક પહેલની શરૂઆત કરવામાં આવી હતી.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ડીજીટલ આરોગ્ય વિશેની વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા સંચાલિત માળખા અંગેની વૈશ્વિક પહેલ-GIDHનો પ્રારંભ કરાવ્યો. વિશ્વ આરોગ્ય સંગઠન WHOના મહાનિયામક ડૉ.ટેડ્રોસ અધનોમ ધેબ્રેયેસસ તે સમયે હાજર હતા. ગાંધીનગરમાં G20ના આરોગ્ય મંત્રીઓની બે દિવસીય બેઠકના સમાપન દિવસે આ વૈશ્વિક પહેલની શરૂઆત કરવામાં આવી હતી.

    આ પ્રસંગે ડો. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતના G20ના પ્રમુખપદ દરમિયાન ડિજીટલ આરોગ્ય મધ્યસ્થી દ્વારા રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય માળખું તૈયાર કરવાનો લાભ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, G20 દેશોએ આ પહેલ શરૂ કરવા માટે તેના મહત્વને સમજીને સામૂહિક રૂપે તેને પાર પાડવાનું કાર્ય કર્યું. તે જોતાં G20 આરોગ્ય કાર્યજૂથના ઇતિહાસમાં આ યાદગાર દિવસ ગણાવી શકાય. ડો.મનસુખ માંડવિયાએ દરેક વ્યક્તિ માટે ડિજીટલ આરોગ્યનું મહત્વ સહુને માટે ખુલ્લુ મુકતા વિશ્વ બેન્કનો પ્રયોગાત્મક અહેવાલ પણ બહાર પાડ્યો હતો.

    વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિયામક ડો. ટેડ્રોસ અધનોમ ધેબ્રેયેસસે કહ્યું કે, GIDH શ્રેષ્ઠ પ્રથાઓ અને પ્રયાસોના એકત્રીકરણ દ્વારા આરોગ્ય સંભાળ ક્ષેત્રે સમાનતા લાવવા માટેનું સંકલિત પગલું છે. તેમણે ઉમેર્યું કે, GIDH કોઇપણ વ્યક્તિ પાછળ ના રહી જાય તેની ખાત્રી સાથે આપણાં લક્ષ્યાંકોનો સમાવેશ સંકલિત રૂપે ગોઠવાઇ શકે તેનું ધ્યાન રાખશે.

    ત્રણ દિવસ ચાલેલી આ બેઠકમાં આરોગ્ય ક્ષેત્રે આપાતકાલીન પરિસ્થીતિઓ નિવારવી તે માટેની તૈયારી અને એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર સહિત યોગ્ય પ્રતિભાવ પર મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું. તે ઉપરાંત એક આરોગ્ય માળખું ઉભું કરવા પર પણ વિચારવિર્મશ કરવામાં આવ્યો. 

    ખાસ કરીને, ડીજીટલ આરોગ્ય ક્ષેત્રની નવી શોધ-સંશોધનો અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકાર મજબૂત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply