ચંદ્રમાની સૌથી નજીક પહોંચ્યું ચંદ્રયાન-3, ચંદ્રમાથી હવે માત્ર 25 કિલોમીટર દૂર છે લેન્ડર
Live TV
-
ચંદ્રયાન 3 મિશનમાં ઈશરોને વધુ એક સફળતા મળી છે.ભારતનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન 3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન 3નું બીજું અને અંતિમ De-Boosting Operation સફળ રહ્યું હતું.. ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી બાકી છે.ત્યારે બીજી De-Boostingથી સફળતાપૂર્વક આગળ વધ્યું લેન્ડર આગળ વધી રહ્યુ છે. De-Boosting ને કારણે ચંદ્રયાનની ગતિ ઘટી છે. ઈસરોએ કહ્યું, કે લેન્ડર મોડ્યુલ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેમજ તેમણે કહ્યું, કે હવે લેન્ડરની આંતરિક તપાસ થશે. 23 ઓગસ્ટે સાંજે 5 વાગીને 45 મિનિટે, Soft Landing કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
બીજી તરફ, ભારત પહેલા ચંદ્ર પર પહોંચનાર રશિયાનું Luna-25 ચંદ્ર મિશન ટેક્નિકલ ખામીને કારણે ભટકી ગયું છે. રશિયન સ્પેસ એજન્સી તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો રશિયન મિશનમાં કોઈ અવરોધ હશે, તો તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્રની સપાટી પર ઉતરી શકશે નહીં. જો ભારતનું મિશન સફળ થાય છે તો તે ગૌરવની વાત સાબિત થઈ શકે છે.
