કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મેજબાનીમાં ‘નઈ સોચ નઈ કહાની’ નામનો કાર્યક્રમનો પહેલો અંક પ્રસારિત
Live TV
-
દર બુધવારે સવારે 9થી 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ઉદ્યમિતા, કૌશલ્ય વિકાસ, રમત ગમત, આરોગ્ય સહિત વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાઓની સફળતાની કહાનીઓના એક રેડિયો કાર્યક્રમની મેજબાની કરી હતી. દર બુધવારે સવારે 9થી 10 વાગ્યા સુધી ‘નઈ સોચ નઈ કહાની- અ રેડિયો જર્ની વિથ સ્મૃતિ ઈરાની’ નામનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમનો પહેલો અંક આજે 100.0 mhz પર પ્રસારિત કરવામાં કરવામાં આવ્યો હતો.
દર બુધવારે તમામ આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમ News on Airની એપ્લિકેશન, આકાશવાણી વેબસાઈટ, આકાશવાણી યૂટ્યૂબ ચેનલ તથા વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આજના પહેલા અંકમાં સ્ટાર્ટઅપ સાથે જોડાયેલ મહિલાઓ અને વ્યવસાયી મહિલાઓ શામેલ થઈ હતી અને સફળતાની કહાની વિશે જણાવ્યું છે. કેન્દ્ર સરકારના વિભિન્ન મંત્રાલના સિનિયર અધિકારી પણ શામેલ રહેશે, જે વિભિન્ન સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે જણાવ્યું છે.
જુઓ કાર્યક્રમનો પહેલા અંક- https://youtu.be/35pUR7bVr80
