રેલવે દ્વારા સમગ્ર ભારતમાં તહેવાર દરમિયાન 1700 જેટલી વિશેષ ટ્રેનો ચલાવાઈ
Live TV
-
તહેવારોની સિઝનમાં એક રેકોર્ડ સંખ્યા 26 લાખ બર્થ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ભારતીય રેલવેએ આ તહેવારોની સિઝનમાં સેવા વિતરણની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના મુસાફરોને મહત્તમ સુવિધા સુનિશ્ચિત કરવા માટે પહેલ કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં લગભગ 1700 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ તહેવારોની સિઝનમાં 26 લાખ બર્થ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જે એક રેકોર્ડ સંખ્યા છે.
તમામ મોટા અને મહત્વપૂર્ણ રેલ્વે સ્ટેશનો પર ભીડ નિયંત્રણની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં તહેવારની ઉજવણી કરવા માટે વિવિધ સ્થળોએ ભારે ભીડ જવાની અપેક્ષા છે.
ભારે ભીડ દરમિયાન નાસભાગ જેવી સ્થિતિને ટાળવા માટે ભીડને સરળતાથી નિયંત્રિત કરવા માટે સરકારી રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓને ફૂટ-ઓવર બ્રિજ પર તૈનાત કરવામાં આવ્યા છે.
