કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી એક રાષ્ટ્ર એક ફાસ્ટ ટેગ પરના સંમેલનનું ઉદઘાટન કરશે
Live TV
-
વાહન પર ફાસ્ટ ટેગ લગાવ્યા બાદ ટોલ પ્લાઝામાં ઊભા રહ્યા વગર ચૂકવણી થઈ શકે છે
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે નવી દિલ્હીમાં એક રાષ્ટ્ર એક ફાસ્ટ ટેગ પરના સંમેલનનું ઉદઘાટન કરશે. ફાસ્ટ ટેગ ટોલ ટેક્સ સંગ્રહની ઈલેક્ટ્રોનિક પ્રણાલિ છે. વાહન પર ફાસ્ટ ટેગ લગાવ્યા બાદ ટોલ પ્લાઝામાં ઊભા રહ્યા વગર ચૂકવણી થઈ શકે છે. સંમેલનમાં ઈલેક્ટ્રોનિક પ્રણાલિમાટે રાજ્યના સંબંધિત વિભાગો અને અન્ય એજન્સીઓ સાથે સમજૂતી કરાશે. ફાસ્ટ ટેગને જીએસટી ઈલેક્ટ્રોનિક બિલ પ્રણાલિ સાથે જોડવા માટે એક અન્ય સમજૂતી ભારતીય ધોરીમાર્ગ વ્યવસ્થાપન કંપની લિમિટેડ અને વસ્તુ અને સેવા કર નેટવર્ક વચ્ચે થશે. જીએસટી પરિષદે આ વ્યવસ્થા માટે અગાઉથી જ મંજૂરી આપી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી વી.કે.સિંહ પણ આ પ્રસંગે વિવિધ રાજ્યોના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપસ્થિ
