સર્વોચ્ચ અદાલત દ્વારા અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં 38માં દિવસે આજે સુનાવણી થશે
Live TV
-
17મી ઓક્ટોબર એ સુનાવણીનો અંતિમ દિવસ હશે અને ત્યાંસુધી બધા પક્ષોને પોત-પોતાની દલીલ પૂરી કરવી પડશે.
સર્વોચ્ચ અદાલત દ્વારા એક સપ્તાહના વિરામ બાદ અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં 38માં દિવસે આજે સુનાવણી થશે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે દરરોજની સુનાવણી છઠ્ઠી ઓગસ્ટથી શરૂ કરી હતી. પીઠે કહ્યું છે કે, 17મી ઓક્ટોબર એ સુનાવણીનો અંતિમ દિવસ હશે અને ત્યાંસુધી બધા પક્ષોને પોત-પોતાની દલીલ પૂરી કરવી પડશે. આ કેસમાં 17મી નવેમ્બરે અદાલત પોતાનો નિર્ણય સંભળાવે તેવી સંભાવના છે. આ જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે
