Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન NFSUના દ્વિતીય પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો દ્વિતીય પદવીદાન સમારોહ NFSU કેમ્પસ, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ પદે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રિપબ્લિક ઓફ ઝિમ્બાબ્વેના શિક્ષણ મંત્રી એડસન મોયો, રવાન્ડાના ભારત ખાતેના હાઇકમિશનર જેકેલિન મુકાન્ગિરા ખાસ આમંત્રિત મહાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.   

    વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSUના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ-2022-23માં ઉત્તીર્ણ થયેલા કુલ 48 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે. ઉપરાંત, જ્યારે યુનિવર્સિટીના કુલ 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. જેમાં 23 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રીનો સમાવેશ થાય છે. 

    પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ન્યાયસંગત સમાજ-ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં NFSUના વિદ્યાર્થીઓનું વિવેકપૂર્ણ યોગદાન ભારતને આગામી સમયમાં સુરાજ્ય-રામરાજ્ય તરફ આગળ ધપાવશે. 

    વસુધૈવ કુટુમ્બકમ્-ની ભાવનાને ચરિતાર્થ કરવા માટે વિદ્યાર્થીઓ વ્યક્તિગત વિચારથી આગળ વધીને 21મી સદીમાં ભારતને વિશ્વસ્તરે આગળ વધારે તે સમયની માગ છે. સ્પર્ધાત્મક દુનિયામાં ભૌતિકતાની સાથે ભારતીય આધ્યાત્મિકતા પણ ખૂબ મહત્ત્વની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply