જયપુરમાં આયોજિત પોલીસ મહાનિદેશકો અને મહાનિરક્ષકોના અખિલ ભારતીય સંમેલનના ત્રીજા દિવસે પણ પ્રધાનમંત્રી રહેશે ઉપસ્થિત
Live TV
-
જયપુરમાં આયોજિત પોલીસ મહાનિદેશકો અને મહાનિરક્ષકોના અખિલ ભારતીય સંમેલનનો આજે ત્રીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પણ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. જયપુરમાં યોજાયેલ ત્રિ દિવસીય સંમેલનમાં સાયબર ક્રાઈમ, સુદૃઢ પોલીસ વ્યવસ્થા, આતંકવાદ વિરોધી પડકારો, વામપંથી ઉગ્રવાદ, જેલ સુધાર તથા આંતરિક સુરક્ષા જેવા વિવિધ વિષયો પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે.
સંમેલનનો મુખ્ય એજન્ડા નવા ક્રાઈમને લગતા કાયદાની અમલવારી કરવા માટેના રોડમેપ પર ચર્ચા કરવાનો છે. આ ઉપરાંત સંમેલનમાં પોલીસ વ્યવસ્થા અને જન સુરક્ષા માટે પડકાર જનક ભવિષ્યના વિષયો, જેવા કે આર્ટીફિશયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક જેવી નવી ટેક્નોલોજીથી ઉદભવતા ગુનાને અંકુશમાં લાવવા અંગેના સંવાદ પણ કરવામાં આવી રહ્યા છે.
