Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની મંત્રણા બેઠક હકારાત્મક ચર્ચામાં ફેરવાઇ

Live TV

X
  • કેન્દ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચેની મંત્રણાનો ત્રીજો તબક્કો આજે સમાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ પાંચ કલાક સુધી તેઓની વાતચીત ચાલી હતી. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, ખેડૂતો સાથેની ચર્ચા હકારાત્મક વાતાવરણમાં થઈ હતી. 

    તેઓએ મીડિયાને જણાવ્યા મુજબ એવું નક્કી કરવામાં આવ્યું છે કે, આગામી બેઠક 18 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 વાગ્યે થશે. મંત્રીએ શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય ત્રીજા તબક્કાની મંત્રણામાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. 

    બેઠકમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓમાં જગજીત સિંહ દલ્લેવાલ, સર્વન સિંહ પંઢેર અને જરનૈલ સિંહનો સમાવેશ થાય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ બેઠકમાં હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે વાટાઘાટો "સૌહાદ્યપૂર્ણ વાતાવરણ" માં યોજાઈ હતી અને તેઓ મડાગાંઠને સમાપ્ત કરવા માટે ઉકેલ શોધવા માટે આશા રાખે  છે. સંવાદના અગાઉના બે તબક્કા કોઈ નિર્ણય લેવાયો ન હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply