કેબિનેટની બેઠકમાં લેવાયો એક મોટો અને મહત્વનો નિર્ણય
Live TV
-
બેઠકમાં એક મોટો અને મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ પીએમ સ્કોલરશીપ યોજના હેઠળ ,શહીદોના બાળકોને મળનારી છાત્રવૃતિમાં વધારો કરાયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ટર્મનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે તેમના કાર્યાલયમાં પૂજા કરી હતી. આજે નવા કેન્દ્રિય મંત્રીઓને ખાતાની ફાળવણી થયા બાદ કેન્દ્રીય મંત્રી મંડળની પહેલી બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.. આ કેબિનેટમાં પ્રધાનમંત્રીએ પહેલી ફાઈલ પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આ બેઠકમાં એક મોટો અને મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ પીએમ સ્કોલરશીપ યોજના હેઠળ ,શહીદોના બાળકોને મળનારી છાત્રવૃતિમાં વધારો કરાયો છે. નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ આ સ્કોલરશીપમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ છોકરાઓ માટે સ્કોલરશીપ રૂપિયા 2000થી વધારી રૂપિયા 2500 કરવામાં આવી જ્યારે છોકરીઓ માટે રૂપિયા 2250થી વધારીને રૂપિયા 3000 સ્કોલરશીપ કરવામાં આવી છે.
