Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં તમામ મંત્રાલયોની કરવામાં આવી ફાળવણી

Live TV

X
  • સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી સંતોષ ગંગવારને શ્રમ અને રોજગાર મંત્રાલય, ડૉ. જીતેન્દ્રસિંહને પૂર્વોત્તર વિકાસ, પીએમઓ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો કિરણ રિજીજૂને યુવા-ખેલનો સ્વતંત્ર હવાલો તેમજ લઘુમતી રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં તમામ મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી સંતોષ ગંગવારને શ્રમ અને રોજગાર મંત્રાલય, ડૉ. જીતેન્દ્રસિંહને પૂર્વોત્તર વિકાસ, પીએમઓ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો કિરણ રિજીજૂને યુવા-ખેલનો સ્વતંત્ર હવાલો તેમજ લઘુમતી રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. જ્યારે મનસુખ માંડવિયાને શિપીંગ, કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર રાજ્યમંત્રીનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે. 

    આ સાથે અશ્વિનિ ચૌબેને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી, જનરલ રિટાયર્ડ વી.કે.સિંહને માર્ગ પરિવહન-રાજમાર્ગ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. જ્યારે મંત્રીમંડળમાં શામેલ થયેલા નવા ચહેરા દાનવે રાવસાહેબ દાદારાવને ઉપભોક્તા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી, જી.કિશન રેડ્ડીને ગૃહરાજ્યમંત્રીનો પ્રભાર સોંપાયો છે. આ સાથે પરષોત્તમ રૂપાલાને રાજ્યકક્ષાના કૃષિ અને કિસાન મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે મંત્રીમંડળના યુવા મંત્રી અનુરાગ ઠાકુરને રાજ્યકક્ષાના નાણાં અને કોર્પોરેટ મામલાના મંત્રાલય સોંપવામાં આવ્યું છે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply