અમિત શાહ ગૃહમંત્રી, રાજનાથસિંહને સંરક્ષણમંત્રીની જવાબદારી સોંપવામાં આવી
Live TV
-
રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તો અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. નિતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ ઉપરાંત લધુ અને મધ્યમ વિભાગ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદની સાથોસાથ જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા તેમજ અંતરિક્ષ મંત્રાલયની જવાબદારી સંભાળશે...જ્યારે રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તો અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. નિતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ ઉપરાંત લધુ અને મધ્યમ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે સદાનંદ ગૌડાને કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારમણ બીજા મહિલા નાણાંમંત્રી બન્યા છે. તો વિભાગની ફાળવણી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો...
