કેરળના કોઝિકોડને ‘સિટી ઓફ લિટરેચર’ અને ગ્વાલિયરને ‘સંગીતનું શહેર’ તરીકે ક્રિએટિવ સિટીઝમાં કરાયો સમાવેશ
Live TV
-
કેરળના કોઝિકોડને ‘સિટી ઓફ લિટરેચર’ અને ગ્વાલિયરને ‘સંગીતનું શહેર’ તરીકે ક્રિએટિવ સિટીઝમાં કરાયો સમાવેશ
UNESCO દ્વારા કેરળના કોઝિકોડને ‘સિટી ઓફ લિટરેચર’ અને ગ્વાલિયરને ‘સંગીતનું શહેર’ તરીકે ક્રિએટિવ સિટીઝમાં સમાવવામાં આવ્યા છે. આ ભારત માટે ગર્વની ક્ષણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઝિકોડના સમૃદ્ધ સાહિત્યિક વારસા અને ગ્વાલિયરનો મધુર વારસો હવે પ્રતિષ્ઠિત યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા. PM એ X નાં માધ્યમથી જણાવ્યું કે, ગ્વાલિયર અને સંગીતનો ખૂબ જ ખાસ સંબંધ છે. યુનેસ્કો તરફથી સર્વોચ્ચ સન્માન મેળવવું ખૂબ જ ગર્વની વાત છે. ગ્વાલિયરે જે પ્રતિબદ્ધતા સાથે તેના સંગીતના વારસાને જાળવી રાખ્યો છે અને તેને સમૃદ્ધ બનાવ્યો છે તેનો સમગ્ર વિશ્વમાં પડઘો પડી રહ્યો છે. હું ઈચ્છું છું કે આ શહેરની સંગીત પરંપરા અને લોકોનો તેના પ્રત્યેનો ઉત્સાહ વધુ વધે, જેથી આવનારી પેઢીઓ તેનાથી પ્રેરિત થાય. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું કે, ગ્વાલિયર અને કોઝિકોડનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી તે આપણા રાષ્ટ્ર માટે આનંદની ક્ષણ છે. વધુમાં કહું કે ,આપણી સર્જનાત્મક ભાવનાની વૈશ્વિક માન્યતા આપણા કવિઓ, લેખકો અને સંગીતકારોના સર્જનાત્મક કાર્યોને નવી ઉત્તેજના પ્રદાન કરશે અને આપણી સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરશે.
