Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશમાં પ્રથમ અને છત્તીસગઢમાં બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત લેવાનો આજે છેલ્લો

Live TV

X
  • મધ્યપ્રદેશમાં પ્રથમ અને છત્તીસગઢમાં બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત લેવાનો આજે છેલ્લો

    પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે. મધ્યપ્રદેશમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા કમલનાથે જનસભાઓને સંબોધિત કરશે. આજે મધ્યપ્રદેશમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. રાજ્યની તમામ 230 સીટો માટે ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 4 હજાર 439માંથી 2 હજાર 216 ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 3 ડિસેમ્બરે મતગણતરી થશે. જ્યારે છત્તીસગઢમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થયો છે. છત્તીસગઢમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 31 ઓક્ટોબર સુધી ફોર્મ ભર્યા બાદ 1 હજાર 66 ઉમેદવારોના ઉમેવારીપત્ર માન્ય રાખવામાં આવ્યા છે. બીજા તબક્કાની ચૂંટણીમાં 70 બેઠકો પર 17 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 7 નવેમ્બરે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. તો બીજી તરફ ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની ગઈકાલે દિલ્હી પાર્ટી મુખ્યાલય પર બેઠક થઈ. આ બેઠકમાં પીએમ મોદી, બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત ચૂંટણી સમિતિના સભ્યોએ ભાગ લીધો. આ બેઠકમાં રાજસ્થાન અને તેલંગાણામાં બાકીની બેઠકો પર ઉમેદવારોનાં નામોની ચર્ચા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply