પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એશિયન પેરા ગેમ્સના ખેલાડીઓ સાથે વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે પહોચ્યા હતા.જ્યાં તેમણે એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ રહેલ ખેલાડીઓની મુલાકાત લઇ તેમની સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખેલાડીઓને અભિનંદન તેમજ ભવિષ્યની રમત સ્પર્ધાઓ માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ખેલાડીઓને સબોધન કરતા જણાવ્યું કે 140 કરોડ દેશવાસીઓમાં તમારી પસંદગી થવી તે મોટી જીત છે,દેશવાસી ગર્વ અનુભવી રહ્યા છે.
આ ઉપરાંત, 2030 યૂથ ઓલમ્પિક ગેમના આયોજનનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. એશિયન પેરા ગેમ્સમાં ભારતે 29 ગોલ્ડ મેડલ સહિત કુલ 111 મેડલ જીત્યા છે. આ ગેમ્સમાં ભારતે મેડલ ટેબલના આધારે વર્ષ 2018માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની તુલનામાં 54 ટકા વધુ સારું પ્રદર્શન કર્યું છે.
