પ્રધાનમંત્રી 3જી નવેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023'નું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી નવેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ‘વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કરશે. ભારતીય ખાદ્ય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના સચિવ અનિતા પ્રવીણે જણાવ્યું હતું કે 23 રાજ્યો અને ઘણા દેશોના 1200 થી વધુ પ્રદર્શકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
